Dr Janki Santoke Oct 05, 2015, 00:02 AM IST
પ્રકૃતિના નિયમો માણસોના નિયમ કરતા અલગ હોય છે. પ્રકૃતિના નિયમોનો ભંગ કરી શકાય નહીં. બની શકે કે પોલીસ કોઈ હત્યારાને શોધી ન શકે અથવા શોધી કાઢે તો લાંચ લઈને તેને છોડી મૂકે. પણ પ્રકૃતિની પોલીસ આવા કામ કરતી નથી. તે માત્ર વફાદાર જ નહીં પણ હોંશિયાર પણ છે. તમે વિચારશો કે આ પોલીસ કેવી છે? તેને કેવી રીતે બધી વાતની જાણ થઈ જાય છે? આ પોલીસ છે કારણ અને અસરનો કાયદો. ધ લૉ ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ. આપણે તેનું ઉલ્લંઘન કરી શકીએ નહીં. તેના ઈશારે દુનિયા નાચે છે.
કંઈ કરીશું નહીં તો તેના પરિણામ દેખાવાના શરુ થઈ જાય છે. ક્યારેત તરત તો ક્યારેક વરસો પછી જોવા મળે છે. જો આપણે અગ્નિમાં હાથ નાખીશું તો તરત દાઝી જઈશું પણ જો આપણે આંબો વાવીશું તો પાંચ વર્ષ પછી જ તેના ફળ ચાખવા મળશે. શાસ્ત્ર આપણને આ કાયદાઓથી પરિચિત કરાવે છે. સચેત અને સબળ હોવાથી આપણે આ શાસ્ત્રોનો અભ્યાસ કરીએ છીએ. પણ તેની ખૂબી એ છે કે તે ક્યારેય સીધી વાત નથી કરતા. તે વાર્તાઓ કે કહેવતોમાં જ વાત કરે છે. તેના અર્થથી આપણે વાકેફ હોતા નથી.
જીવનની દરેક ચીજ આવી જ છે. જો આપણે યોગ્ય ભોજન લીધું હશે તો નિશ્ચિંત રહીશું પણ જો ગમેતે ખાઈ લીધું હશે તો સમસ્યા પેદા થવાની જ છે. તેમાંથી શીખીને યોગ્ય આહાર લઈશું તો તબિયત સારી રહેશે અને જો નહીં સાંભળીશું તો આપણી જીભ આપણા મૃત્યુનું કારણ બનશે. દુનિયામાં આ જ સ્થિતિ છે. પ્રકૃતિ આપણને ચેતવણી આપતી રહે છે. જો આપણે તેની વાત સાંભળીશું તો બધુ ફરી યોગ્ય થઈ જશે. અને જો નહીં સાંભળીશું તો કુદરતના કોપથી બચી શકીશું નહીં. કસરત કરવી જોઈએ એ જાણતા હોવા છતાં પણ આપણે કરતા નથી. પછી એક દિવસ એવો આવશે જ્યારે ડોક્ટર કહેશે કે જીવતા રહેવું હશે તો રોજ ચાલવા જવું પડશે. એ પછી પણ નહીં સાંભળીએ તો પછી પથારીવશ રહેવું પડશે. તેથી આપણે કારણ અને અસરના નિયમોથી વાકેફ રહેવું જોઈએ. જીવનમાં મળતી નિરાશા, નિષ્ફળતામાંથી બોધપાઠ લઈને વિવેક બુદ્ધિથી ચાલીશું તો જીવનમાં ક્યારેય નિષ્ફળતા-નિરાશા નહીં મળે.
ડો.જાનકી સંતોકે
વેદાન્ત સ્કોલર, મુંબઈ